/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/Screenshot_20190317_115905.png)
જામનગરમા ગુન્હેગારોને જાણે પોલીસદાદાનો ડર ના રહ્યો હોય તેવા બનાવો છાસવારે સામે આવી રહ્યા છે, એવામાં ગઈકાલે હરિયા કોલેજ નજીક એક વિદ્યાર્થીની પર ૫૦ વર્ષીય શખ્સે હુમલો કરતાં હાજર સ્થાનિકો એ તે શખ્સની ધોલાઈ કર્યાનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
વાત એવી છે કે ગતરાત્રીના હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીની તેના પરિવાર સાથે થોડાસમય પૂર્વે ખાખીનગર વિસ્તારમાં વસવાટ કરતી હતી, ત્યારે હુમલો કરનાર આરોપી કૈલાશ યાદવ પણ ત્યાં જ રહેતો હતો, અને કૈલાશ અવારનવાર આ યુવતી સામે જોતો હોય યુવતીની માતા દ્વારા કૈલાશ યાદવને ઠપકો આપી શાનમાં સમજી જવા માટે કહ્યું હતું. જે બાબત કૈલાશ યાદવને કેટલાય સમયથી મનમાં ખૂંચી રહી હતી.
અને એ બાબતનો જ ખાર રાખીને ગઈકાલે સાંજના સમયે જયારે હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીની પરીક્ષાનું પેપર આપીને આવી રહી હતી અને હરિયા કોલેજ પાછળ આવેલા કૈલાશનગર પાસે પહોચતા તુરંત જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે વિદ્યાર્થીની પર હુમલો કરતાં આસપાસના સ્થાનિકો વિદ્યાર્થીની ની મદદે દોડી આવી અને ૫૦ વર્ષીય શખ્સને મેથીપાક ચખાડ્યો હતો. તો ગભરાઈ ચુકેલા આ ઢગાએ પોતાની જાતે જ ગળામાં છરકાઓ મારી દીધા હતા.
જે બાદ વિદ્યાર્થીની અને હુમલો કરનાર બને શખ્સોને ઇજાઓ પહોચતા સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, સી ડીવીઝન પોલીસે કૈલાશ યાદવ સામે હુમલા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.