જામનગર : તસ્કરોનો તરખાટ, 4 દુકાનોમાં ચોરી થતા પોલીસે તપાસ શરુ કરી

New Update
જામનગર : તસ્કરોનો તરખાટ, 4 દુકાનોમાં ચોરી થતા પોલીસે તપાસ શરુ કરી

જામનગરમાં ગતરાત્રિએ બે વિસ્તારોમાં તસ્કરો સક્રિય બની 4 દુકાનોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરીના બનાવ પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરના પટેલ કોલોની જેવા પોશ ગણાતા વિસ્તારમાં ગતરાત્રીના સમયે બે દુકાનોના શટર તસ્કરોએ ઉંચકાવતા સવારે જયારે આ મામલાની જાણ દુકાનમાલિક સહિતને થતા પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પટેલ કોલોની શેરી નંબર ૯ના સાનિધ્ય કોમ્પ્લેક્ષ નીચે આવેલ એક મોબાઈલની જયારે બીજી રેફ્રીજરેટર પાર્ટસની દુકાનમાં તસ્કરોએ શટર ઊંચકાવ્યા છે, જયારે અન્ય બે દુકાનો જે ત્રણ દરવાજા ગ્રેઇન માર્કેટમાં આવેલ છે તેમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો છે. આમ કુલ ચાર દુકાનોમાં એક જ રાતમાં તાળા તૂટ્યા છે, આ મામલે પોલીસે તપાસ તજવીજ શરૂ કરી છે, ફરિયાદ બાદ જ ચોરી થઇ તેનો ચોક્કસ આંક સામે આવી શકશે। કેટલી ચોરી થઇ કે પછી તસ્કરોને હાથ કંઈ નથી લાગ્યું તેની હાલ સુધી તપાસ ચાલી રહી છે.

Latest Stories