/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/IMG-20190120-WA0021.jpg)
ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો–ઓપરેટીવ બેંક દ્વારા જંબુસર તાલુકાના સભાસદોના માર્ગદર્શન માટે બેંકના ચેરમેન અરૂણસિંહ રણાના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિર રાખવામાં આવેલ હતી.
ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને વાગરા એમ.એલ.એ. બેંકની સહકારી પ્રવૃત્તિ અંગે વિસ્તુત છણાવટ કરી સરકારી યોજનાઓ બેîકના સંકલનમાં સબસીડીયુકત લોન દ્વારા કિસાનોને આર્થિક રીતે સધ્ધર થવા અનુરોધ કર્યો હતો. તાલુકાના સહકારી માળખાનીવાત કરતા સ્વ. મગનભાઇ સોલંકી તથા ઠાકોરભાઇ અમીનને યાદ કર્યા હતા. ખેડૂતોને આગોતરા આયોજન રૂપે પાણીના સંચય માટે જળસ્ત્રોતોની જાળવણી કરવા જણાવ્યું હતું.
આપણે ત્યાં મીઠાના પાણીના સોર્સ ઓછા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે વ્યક્તિગત કોલ્ડ સ્ટોરેજ માટે બેંક પડખે રહેશે તથા સરકારી વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી. જીનીંગ પ્રેસ ફરી શરૂ કરવામાં આવે, સુગર ફેક્ટરીઓ ફરી શરૂ થાય, તે માટે પ્રયત્યો કરવા જાઇએ, જંબુસર તાલુકાના ખેડૂતોની સમૃધ્ધિ વધે તે અંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી હતી.
આ પ્રસંગે જીલ્લા તાલુકા સહકારી અગ્રણીઓએ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેનની કાર્યદક્ષતાની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમના નેતૃત્વમાં ખાડે ગયેલી સંસ્થા પુનઃજીવીત થઇ છે. બેંક બંધ થતા અટકી અને આજે નફો કરતી સંસ્થા બની છે અને રાજ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ખેડૂત શિબિરમાં મંડળીઓના ચેરમેનો, સેક્રેટરીઓને કિસાનલક્ષી અભિગમ દાખવી તેમને મદદરૂપ થવા જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા જીલ્લા આગેવાનો મુકેન્દ્રસિંહ યાદવ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, આમોદ એ.પી.એમ.સી. ચેરમેન, ખેડૂતો, કમિટિ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.