New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/maxresdefault-91.jpg)
ભરૂચ જિલ્લામા જંબુસર ખાતે આવેલ ડાભા માઇનોર કેનાલમા પાણી ન હોવાના કારણે ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
હજુ તો માંડ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે જ્યારે હજુ સુધી કેનાલમા પાણી ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે જ્યારની માઇનોર કેનાલ બની ત્યારથી આજદિન સુધી કેનાલમા પાણી મળ્યુ નથી. કેનાલના કામ માં બેદરકારીના લિધે લેવલિંગ બરાબર ન હોવાના કારણે પાણી પહોંચી શક્યુ નથી અને ખેતી માટે પૂરતા પ્રમાણમા પાણી ન મળતા ઉભા પાકને નુક્શાન થયુ છે. આ અંગે અધિકારિઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઇ યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે.
Latest Stories