ભરૂચના જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી
ભરૂચના જંબુસરમાં જરૂરિયાત મંદદર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત છે પરંતુ ઘણીવાર આ હોસ્પિટલમાં ગુણવત્તા યુક્ત સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઊઠે છે ત્યારે આજરોજ ભરૂચના જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. ધારાસભ્ય ડી.કે.સ્વામી એ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને સારવારની ગુણવત્તા બાબતે પ્રશ્નો કર્યા હતા. તો આ તરફ હોસ્પિટલમાં કેટલાક કર્મચારીઓની ગેરહાજરી દેખાતી હતી છતાં પણ જે રજીસ્ટર હતું તેમાં તેઓની સહી નજરે પડી હતી. આ બાબતે તેઓને સૂચના આપી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેની કાળજી રાખવા ધારાસભ્ય દ્વારા આદેશ આપવામાં આવ્યા છે
