મળતી જાણકારી પ્રમાણે, શોપિયાંના તુલારાન વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓને એક ઘરમાં ઘેરી લેવામાં આવ્યા હતા જ્યારે બીજો જંગ શોપિયાંના ખુરિપેડા વિસ્તારમાં પણ ખેલાયો હતો. પૂંછ પછી, શોપિયાંમાં ઈમામસાહેબ વિસ્તારના તુલરાનમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકો દ્વારા LeT (TRF) ના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ -કાશ્મીર પોલીસે મંગળવારે આ માહિતી આપી છે. જાણવા મળ્યું છે કે માર્યા ગયેલા આતંકીઓમાં બિહારના વિરેન્દ્ર પાસવાનનો હત્યારો પણ સામેલ છે.
પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે સોમવારે સાંજે માહિતીના આધારે શોપિયાંમાં બે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સોમવારે કહ્યું હતું કે, વિશ્વસનીય માહિતીના આધારે શોપિયાંમાં ગત -સાંજે બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તુલરાનમાં એન્કાઉન્ટર શરૂ થયું છે.3-4 આતંકવાદીઓ ફસાયેલા છે. 24 કલાકની અંદર આ ત્રીજુ અભિયાન હતું.કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી ઘટનાઓ બન્યા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી છે.
