Connect Gujarat
ગુજરાત

જામનગરઃ ચીલઝડપના ગુનામાં બે આરોપી ઝડપાયા, 78 હજારનો મુદ્દામાલ કરાયો રિકવર

જામનગરઃ ચીલઝડપના ગુનામાં બે આરોપી ઝડપાયા, 78 હજારનો મુદ્દામાલ કરાયો રિકવર
X

બાઈક ઉપર જઈ રહેલા પતિ-પત્નીને નિશાન બનાવી તસ્કરોએ ઈનની ચિલઝડપ કરી હતી

જામનગર પંથક માં ચ્રોઈ અને ચીલઝડપ ના ગુન્હા આચરતા બે શખ્સોને એલસીબીની ટીમે રૂપિયા 78000 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ આરોપીઓએ કુલ 11 ગુન્હાની કબુલાત કરી હતી.

જામનગરમાં ગત તારીખ 29 ની રાત્રીએ વેકેત તાહરી ચંદ્રપા મૂળ હેદરાબાદના અને તેના પત્ની એરફોર્સ રોડ થી સાત રસ્તા તરફ મોટરસાઈકલ ઉપર આવતા હતા. ત્યારે વુલનમિલ ફાટક પાસે ફરિયાદી વેકેટના પત્નીનાં ગળામાંથી રૂપિયા 14,000 નો સોનાના ચેઈનની ચીલઝડપ કરી બે શખ્સો નાશી છુટ્યા હતા. આ બનાવ બાદ એસપી શરદ સિંઘલે એલસીબીને આવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા સુચના આપી હતી.

પોલીસે બાતમી આધારે ચીલઝડપ અને ચોરીના ગુન્હામાં સંડોવાયેલા શૈલેશ તેજા સાગઠીયા અને સંજય ગોવિંદ વાઘેલા નામના બે શખ્સો જેકુરબેન સ્કુલ સામે ઉભા છે. આ બાતમીના આધારે એલસીબી સ્ટાફે આ બંને શખ્સોને ઝડપી લીધા હતા. અને તેના કબજામાંથી રૂપિયા 46000 ની કિંમતના સોનાના ચેઈન અને 9 મોબાઈલ ફોન મળી રૂપિયા 78,000 નો મુદામાલ કબજે કર્યો હતો. આ શખસો એ પૂછપરછ દરમિયાન બે ચીલઝડપ અને ૯ ચોરી નાં ગુન્હા ની કબુલાત આપી હતી.

Next Story