જામનગર : કોર્ટ પરીસરમા હત્યાના આરોપીએ પોલીસ પર હથકડી વડે કર્યો હુમલો

New Update
જામનગર : કોર્ટ પરીસરમા હત્યાના આરોપીએ પોલીસ પર હથકડી વડે કર્યો હુમલો

જામનગર કોર્ટના પરીસરમા હત્યાના આરોપીએ પોલીસ કોન્સટેબલ પર હથકડી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાના આરોપી શનિ મકવાણાને કોર્ટમા રજુ કરવામા આવ્યો હતો. આ સમયે કોઈ કારણોસર તેને એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કોન્સટેબલ રવિ પર પોતે પહેરેલ હથકડી વડે માથા અને નાકના ભાગ પર ઈજા પહોંચાડી હતી. જે બાદ આરોપી શનીના હુમલાથી કોન્સટેબલ રવિ લોહિલુહાણ થઈ જતા તેને હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યો છે. તો સાથે જ આ બાબતની પોલીસ ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમા નોંધવાની તજવીજ હાથ ધરવામા આવી છે.

Latest Stories