/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/IMG-20190317-WA0046.jpg)
ઐતિહાસિક અજીતસિંહજી પેવેલિયન ખાતે પત્રકારો અને વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચે ફ્રેન્ડલી મેચ યોજાયો હતો.20-20ઓવરના મેચમાં પત્રકારોએ પ્રથમ દાવ લીધો હતો અને બાદમાં વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા બેટિંગ કરાયું હતું.
જિલ્લા ચુંટણી અધિકારી જામનગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વહિવટીતંત્રના અધિકારીઓ અને મિડીયા કર્મીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.શહેરના અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૦-૨૦ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં પૂર્વ ખ્યાતનામ ક્રિકેટર અને જામનગરના વતની સલીમ દૂરાની ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. સલીમ દૂરરાનીએ મતદાન જાગૃતિ અંગે મતદારોને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી લોકશાહીને મજબુત કરવા આહ્વાન પણ કર્યું હતું. આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટેની તારીખને ધ્યાને રાખીને બધા ખેલાડીઓએ ૨૩ નંબરની ટી-શર્ટ પહેરી હતી.