જામનગરઃ રૂપિયા ૧.૮૬ લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

New Update
જામનગરઃ રૂપિયા ૧.૮૬ લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ખીમલીયા ગામની સીમમાં સરકારી ખરાબામાં ઝૂંપડીમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો

જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં કેટલાક યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. ગુજરાતના મોટા શહેરોમાં આવા નશીલા પદાર્થનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. જામનગર શહેરમાં આ નશીલા પદાર્થના સેવનનો ભોગ વધુ યુવાનો ન બને તે માટે શહેરની એસઓજીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક શખ્સને ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

જામનગર શહેરમાં ડ્રગ્સના સેવનનો ભોગ વધુ યુવાનો ન બને તે માટે જીલ્લા પોલીસ વડા દ્વારા આવા ગેરકાયદે વેચાણ વાળા સ્થળે તપાસ માટેની સૂચના આપી હતી. જે સંદર્ભે એસઓજીની ટીમે જામનગર તાલુકાના ખીમલીયા ગામની સીમમાં સરકારી ખરાબામાં ઝૂંપડીમાં ડ્રગ્સનું વેચાણ કરાતું હોવાની બાતમીનાં આધારે રેઇડ દરી હતી. દરમિયાન એક શખ્સને ૭૪ ગ્રામ ૪૪૦ મીલીગ્રામનો રૂપિયા ૧.૮૬ લાખના જથ્થા સાથે કબજે કરી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સલીમ કદર લોબી મુંબઈનાં ઝાકીર ઉર્ફે મુસ્તાક નામના શખ્સ પાસેથી ફેન્ટામાઈન નામનો સફેદ પાઉડર ડ્રગ્સ ખરીદતો હતો. અત્યાર સુધીમાં મુંબઈથી જામનગર ચાર વખત ડ્રગ્સ લઇ આવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે. પોલીસે આ તપાસ મુંબઈ સુધી લંબાવી મુંબઈ નાં ઝાકીર ની ધરપકડ માટે નાં ચક્રો ગતિમાન કર્યા છે હાલ આ અંગે વધુ તપાસ ચાલુ છે.

Latest Stories