/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/Screenshot_20190303_140022.png)
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમના પૂર્વે જ ખેડૂતોના વિરોધ નો વંટોળ ઊઠયો છે. જામનગર ના ડીહરોળ તાલુકાના ઉંડ ડેમ ખાતે ૨૦૦ જેટલા ખેડૂતોએ ભેગા મળી પાણી મુદે ક્રિકેટ અને વોલીબોલ રમી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
જામનગરમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીના આગમન પૂર્વે ખેડૂતોએ વોલીબોલ,ક્રિકેટ રમી અનોખો વિરોધ કરી રહ્યા છે.જામનગરના ઉંડ-1 ડેમમાં નર્મદાના નીર નહિ આવતા ૩૫થી ૪૦ ગામના ખેડૂતો અને સ્થાનિકોએ ડેમ પીઆર જઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સવારથી જ ઉંડ-૧ ડેમમાં ખેડૂતોએ જઈને ધામા નાખ્યા હતા. ૧૦૦ થી ૨૦૦જેટલા ખેડૂતોએ ઉંડ-૧ ડેમ નહીં ભરી અન્યાય થતો હોવાની લાગણી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે.
ઉંડ ૧ ડેમ પર ખેડૂતો બેટ-દડા, ફૂટબોલ સાથે પહોચ્યા હતા.અને ડેમના પટ્ટમાં ક્રિકેટ,વોલીબોલ-ફૂટબોલ રમ્યા હતા.ત્યારે વડાપ્રધાન નરેંદ્ર મોદીના આગમન ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ૨૦૦ જેટલા ખેડૂતોએ ઉંડ ડેમના મેદાનમાં પાણી આપો ના નારા લગાવ્યા હતા અને મેદાનમાં ક્રિકેટ અને વોલીબોલ રમ્યા હતા. તેમજ મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા જો અમને યોગ્ય ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ આપવામાં આવી હતી.