Connect Gujarat
ગુજરાત

છોટી કાશી થી પ્રસીધ્ધ જામનગરમાં યોજાઇ એક અનોખી ગરબી

છોટી કાશી થી પ્રસીધ્ધ જામનગરમાં યોજાઇ એક અનોખી ગરબી
X

જામનગરમાં જલાની જાર વિસ્તારમાં ૩૩૧ વર્ષોથી યોજાય છે ગરબી

આ ગરબીમાં માત્ર પુરૂષો જ કરે છે માતાજીની આરાધના

જામનગરના જલાની જાર વિસ્તારની પુરૂષોની ગરબી છેલ્લા ૩૩૧ વર્ષો થી યોજાય છે. રાજાશાહી સમયની આ ગરબીમાં માત્ર ને માત્ર પુરૂષો જ માતાજીની આરાધના કરે છે અને છંદ પર ગરબી રમાય છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="69384,69385,69386,69387,69388,69389"]

છોટી કાશી થી પ્રસીધ્ધ જામનગરમાં એક અનોખી ગરબી યોજાય છે. જેમાં રાસ-ગરબા પર નહી પણ છંદ ગાઇને પુરૂષો માતાજી ની આરાધના કરે છે.કોઈ બેનર,સ્પોન્સર કે હોદ્દેદારો વગર આ વિસ્તારના લોકો દ્વારા સ્વયંભૂ યોજાતી આ ગરબીમાં રમનાર ભક્તોએ અબોટીયું ,ધોતિયું કે પીતાંબર પેહરી રમવું ફરજીયાત છે.ગરબીમાં ૧૫૦ થી વધુ લોકો જાતે છંદ ગાઈ નોબતના તાલે માતાજીની આરાધના કરે છે.

Next Story