Connect Gujarat
ગુજરાત

જામનગરઃ નગરસેવકોના વેતન મુદ્દે શાસક વિપક્ષ બન્યા ભાઈ ભાઈ

જામનગરઃ નગરસેવકોના વેતન મુદ્દે શાસક વિપક્ષ બન્યા ભાઈ ભાઈ
X

પ્રજાના વિકાસના મુદ્દે પણ એક થઈ લોકોના વિકાસનાં કામ કરે તો વિકાસ ચોક્કસ થાય

જામનગર મહાનગરપાલિકાની આજ રોજ યોજવામાં આવેલી સામાન્ય સભામાં એજન્ડા આઈટમ 10 અન્વયે નગરસેવકોના માનદવેતનમાં મહત્તમ વધારો નક્કી કરવાનો એજન્ડા સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65903,65904,65905,65906"]

કાયમ બોર્ડમાં ઝઘડતા રહેતા વિરોધપક્ષ અને શાશકપક્ષના નગરસેવકો વેતન વધારાના મુદ્દે ભાઈ ભાઈ બની ગયા હતા. દલા તરવાડી જેમ 'લવ રીંગડા બે ચાર...., લઇ લે ને 10 ને 12...' માફક પ્રજાના પૈસે પગાર લેવામાં બધા નગરસેવકો એક થઈ ગયા હતા. નગરસેવકો વેતન મુદ્દે એક થઈ જતાં લોકોમાં ચર્ચા હતી કે, પ્રજાના વિકાસના મુદ્દે પણ એક થઈ લોકોના વિકાસનાં કામ કરે તો વિકાસ ચોક્કસ થાય.

Next Story