લોકસભા અને વિધાનસભાના બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા

New Update
લોકસભા અને વિધાનસભાના બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા

લોકસભા અને વિધાનસભા ની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ના આજે અંતિમ દિવસે બંને બેઠકો માટે કોંગ્રેસ ના ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા લોકસભા બેઠક માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ આહીર અગ્રણી મુળુભાઇ કંડોરીયા ઉપર પસંદગી ઉતારતા આજે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું

જામનગર લોકસભા બેઠક તથા જામનગર ગ્રામ્ય ની વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો રાજકીય મુકાબલો છે લોકસભા માટે ભાજપે વર્તમાન સાંસદ પૂનમબેન માડમ ને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે પણ આહીર સમાજ ના અગ્રણી મુળુભાઇ કંડોરીયા ને મેદાન માં ઉતાર્યા છે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે પણ ભાજપ કોંગ્રેસે પાટીદાર સમાજ માંથી ઉમેદવારો તરીકે અનુક્રમે રાગવાજી પટેલ તથા જેંતિભાઈ સભાયા પર પસંદગી ઉતારી છે.

આજે સવારે લોકસભા અને વિધાનસભા ના બંને ઉમેદવારો મુળુભાઇ કંડોરીયા અને જેંતિભાઈ સભાયા મુળુભાઇ ના ઘરે થી તેમના સમર્થકો સાથે નીકળ્યા હતા અને શહેર ના ઓશવાળ સેન્ટર ખાતે વિરાટ સંમેલન સંબોધી ભાજપ પર પ્રહારો કર્યા હતા ત્યાર બાદ જિલ્લા કલેક્ટર ખાતે બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા.

Latest Stories