પાણી મુદ્દે જામનગર તાલુકાના સરપંચોએ યોજી બેઠક... તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા કરી માંગ

New Update
પાણી મુદ્દે જામનગર તાલુકાના સરપંચોએ યોજી બેઠક... તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા કરી માંગ

જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ૨૫ થી વધુ ગામના સરપંચોએ આજે તાલુકાના ઘુળસીયા ગામે બેઠક કરી તેમના ગામને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી હતી.

આ પૂર્વે જામનગર તાલુકાના સરપંચો અને ગ્રામજનોએ વિશાળ રેલી યોજી જીલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. તેમજ ધરણાં પણ યોજ્યા હતા. તેમ છતાં તેઓની માંગણી અંગે સરકાર તરફ થી કોઈ કાર્યવાહી ના થતા ગ્રામજનોએ પીવાના પાણી, ચેકડેમની મરામત અને વરસાદ પૂર્વે ચેકડેમ તળાવ ઊંડા ઉતારવા માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આ બેઠકમાં ઉચ્ચારી હતી.

Latest Stories