Connect Gujarat
ગુજરાત

જામનગર : શહેરીજનો આનંદો, કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ નિહાળવા 4 ટેલિસ્કોપ ગોઠવાયા

જામનગર : શહેરીજનો આનંદો, કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ નિહાળવા 4 ટેલિસ્કોપ ગોઠવાયા
X

જામનગર શહેરમાં આવતા ગુરુવારે તા. ૨૬મી ડિસેમ્બરના રોજ યોજાનારા કંકણાકૃતિ સૂર્ય ગ્રહણના કાર્યક્રમના અનુસંધાને જામનગર શહેરની ત્રણ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, ખગોળ મંડળ જામનગર રંગતાલી ગ્રુપ અને વિદ્યોતેજક મંડળ દ્વારા સૂર્ય ગ્રહણને નિહાળવા માટે રીહર્સલ કરવામાં આવ્યું હતું.

સૂર્ય ગ્રહણને અભ્યાસુઓ ઉપરાંત નગરના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે જામનગર ખગોળ મંડળના કિરીટ શાહ, કિરીટ વ્યાસ, અમિત વ્યાસ, જે.કે.પટેલ, કપિલ સંઘાણી અને યશોધન ભાટિયા દ્વારા જુદા-જુદા 4 જેટલા ટેલિસ્કોપ ગોઠવીને સૂર્ય ગ્રહણને કેવી રીતે નિહાળી શકાય તે માટે રીહર્ષલ કરવામાં આવ્યું હતું.

તા. ૨૬મી ડિસેમ્બર ગુરુવારના રોજ સૂર્ય ગ્રહણ સારી રીતે નિહાળી શકે તે માટે જામનગરના વિદ્યાર્થીઓ તથા ખગોળપ્રેમીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. હાઇ રેઝ્યુલેશન લેન્સ સાથેના ટેલિસ્કોપની મદદથી સૂર્ય ગ્રહણને નિહાળવા માટેના કાર્યક્રમને યોજવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Next Story