જામનગર શહેરમાંથી ખુંખાર તાજીયા ગેંગના સાગરીતને બે પિસ્ટલ તથા બે તમાચા સાથે પોલીસે ઝડપી પાડ્યો

New Update
જામનગર શહેરમાંથી ખુંખાર તાજીયા ગેંગના સાગરીતને બે પિસ્ટલ તથા બે તમાચા સાથે પોલીસે ઝડપી પાડ્યો

જામનગર શહેરમાંથી ખુંખાર તાજીયા ગેંગના સાગરીતને બે પિસ્ટલ તથા બે તમાચા સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.આરોપી પાસેથી જીવતા કાર્ટીસ અને ફોરવ્હીલ કાર મળી કુલ રૂ. ૩, ૩૨, ૧00/ - ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ. સી. બી. પોલીસ ઝડપી પાડ્યો છે.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલ નાઓના માર્ગદર્શન મુજબ હોલમાં નજીકના ગણતરીના દિવસોમાં સામાન્ય લોકસભાની ચુંટણી યોજાનાર હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિમય વાતાવરણમાં મતદાન થઇ શકે , કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે સારૂ રીઢા ગુનેગારો ઉપર વોચ રાખી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ જણાઈ આવ્યું કડક કાર્યવાહી કરવા સુચના કરેલ , જે અનુસંધાને એલ. સી. બી. પોલીસ ઇન્સ. આર. એ. ડોડીયાના દ્વારા એલ. સી. બી.ની અલગ અલગ ટીમો બનાવી સખ્ત પેટ્રોલીંગ રાખેલ . દરમ્યાન એલ. સી. બી. સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન સ્ટાફના ૫ગીરથસિંહ સરવૈયા , હરદીપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર તથા અજયસિંહ ઝાલાને ખાનગીરાહે ચોકકસ હકિકત મળેલ કે તાજીયા ગેંગનો ખુંખાર સાગરીત વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા રહે . રાજકોટ વાળો પોતાના કુબજાની અલ્ટોકાર જી. જે. 03 એચ.કે પcoરમાં ગેરકાયદેસરના હથિયારો રાખી રાજકોટ જામનગર આવવાનો છે. તેવી હકિકત આધારે ગુલાબનગર જામનગર ખાતે વોચમાં હતા દરમ્યાન ઉપરોકત નંબરની અલ્ટોકાર આવતા કોર્ડન કરી કાર માંથી આરોપી વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા રહે . પીરવાડી શેરી - ૧ રાજકોટ મુડી - લૈયારા તા . ધોલ વાળાને પકડી પાડી તેના કજા માંથી બે પિસ્ટલ તથા બે તમંચા તથા જીવતા કાર્ટીશ નંગ -૨૧ તથા અલ્ટોકાર મળી કુલ રૂપિયા ૩,૩૨,૧oo/- નો મુદામાલ કબજે કરી મજકુર વિરૂધ્ધ એ. એસ. આઇ. જયુભા ઝાલાએ ફરીયાદ આપતા પો.સ.ઇ.કે.કે. ગોહીલએ ધરપકડ કરી હથિયાર ધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

મજકુર આરોપીને હથિયાર બાબતે પુછતા પોતાના તાજીયા ગેંગના સાગરીત કનુભાઇ ભીલ રહે. રાધનપુર વાળાએ સપ્લાય કરેલનું જણાવેલ છે. મજકુસ્નો પુર્વ ઇતિહાસ જોતા સને ૨૦૧૮ ના જાન્યુઆરી મહિનામાં જોડીયા પો. સ્ટે.ના પડાણા ગામની સીમમાં ઇગ્લીશ દારૂની પરપ પેટીમાં નાસતો ફરતો હતો. તેમજ મજકુર આરોપી અગાઉ તાજીયા ગેંગની સાથે મળી આગડીયા લુંટ, ધાડ હથિયારધારા ના ગુનામાં જામનગર, રાજકોટ, મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.

Latest Stories