રાજકોટના શખ્સ દ્વારા બ્રહ્મ સમાજ અને ભગવાન પરશુરામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતા જામનગરમાં બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
મળતી માહિતી અનુસાર, રાજકોટના એક શખ્સ નામે રમેશ ફેફરએ તાજેતરમાં બ્રહ્મ સમાજ અને ભગવાન પરશુરામ વિરુદ્ધ જાહેરમાં અભદ્ર ટીપ્પણીઓ કરતા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જામનગર બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જામનગર બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો, આગેવાનો, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ બાંભણીયા, એડવોકેટ વિશાલ જાની સહિત મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
