/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/IMG-20190131-WA0033.jpg)
ઉતરાયણ નો પર્વ આનંદ અને ઉલ્લાસ નો પર્વ છે આ પ્રસંગે લોકો ધાર્મિક કાર્યો, દાન પુણ્ય સાથે આકાશમાં પતંગ ચગાવી અનેરી મજા મેળવે છે ત્યારે સિક્કાની બીજી બાજુ વરવી વાસ્તવિક્તા એ છે કે આ પતંગના દોરામાં અનેક નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે અને મૃત્યુ ને ભેટે છે ઉતરાયણ પૂરૂં થઈ ગયાના ૧૬ દિવસ બાદ હજુ પણ પક્ષીઓ પતંગની દોરા થી ઘાયલ હાલ માં મળી આવતા સરકારની કરૂણા અભિયાનની કરૂણતા સામે આવી છે.
ઉતરાયણ માં પક્ષીઓ મોતના પામે અને ઓછી સંખ્યામાં ઘાયલ થાય તેવા શુભ હેતુસર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વર્ષ 2017થી કરૂણા અભિયાનનું બીડું ઝડપ્યું અને આ અભિયાન માત્ર ઉતરાયણ'ના દિવસ પૂરતું જ નહીં પણ ત્યારબાદ થોડા દિવસો સુધી કાર્યરત રહે અને ઝાડ પર , એક બિલ્ડીંગ થી બીજા બિલ્ડીંગ પર હવા માં લટકતા દોર ને દૂર કરવાની કામગીરી હાથ ધરવાની હોય છે જેના કારણે આ દોર ની ટક્કર થી પણ કોઈ પક્ષી મોત ને ના ભેટે પણ,,,, જામનગર નું જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા આ કામગીરી કરવામાં ઉણી ઉતારી છે અને આજે પણ ઠેર ઠેર પતંગ ની દોર જેમ ની તેમ જોવા મળે છે
પતંગ ની દોર જેમની તેમ લટકે છે તેનો પુરાવો એ છે કે ઉતરાયણ ના 16 દિવસ બાદ હજુ પણ ઘાયલ અવસ્થામાં પક્ષીઓ દોર ન ભોગ બનેલા જોવા મળે છે ગઇકાલે લાખોટા તળાવમાંથી રોઝી પેલીકન (ગુલાબી પેણ) પક્ષી પતંગ ની દોર થી ઘાયલ હાલત માં મળી આવ્યું હતું લાખોટા નેચર કલબ ના સદસ્ય ની નજર આ ઘાયલ પેલીકન પર પડતાં તાત્કાલિક ક્લબ ના અન્ય પક્ષી પ્રેમી સદસ્યો ને બોલાવી આ ઘાયલ પેલીકન નું રેસક્યું કરી તેને બર્ડ હોસ્પિટલ પહોંચાડવા માં આવ્યું હતું આ કામગીરી લાખોટા નેચર ક્લબ ના આનંદ પ્રજાપતિ, જિગ્નેશ નાકર, કિર્તિ રાજગોર , ઉંમગ કટારમલ, હિરેન ત્રિવેદી, અને રજત પાંડે દ્વારા કરવામાં આવી હતીહાલ આ ઘાયલ પેલીકન ને સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી રહી છે.