-
છોટી કાશી હવે બનશે મેગા સિટી
-
રૂ.1200 કરોડના પ્રોજેક્ટ્સનો ધમધમાટ
-
આયોજનબદ્ધ વિકાસથી શહેરનો નકશો બદલાયો
-
શહેરની ટ્રાફિક સમસ્યા બનશે ભૂતકાળ
-
દીર્ઘકાલીન રોડમેપ જામનગરના ભવિષ્યને સુરક્ષિત કરશે
જામનગરની ઓળખ હવે માત્ર ઐતિહાસિક ‘છોટી કાશી‘ નથી, પરંતુ હવે તેમાં નવા પરમાણ ઉમેરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપ ભેર વિકાસકાર્યો થઈ રહ્યા છે. લાલપુર અને ઠેબા ચોકડી પરના નવા ફ્લાયઓવર, વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક ઓડિટોરિયમ શહેરની પ્રગતિના પ્રતીક છે.
ગુજરાત સરકાર જામનગરના આંતરમાળખાને મજબૂત બનાવી રહી છે. છેલ્લા ત્રણ દાયકાના આયોજનબદ્ધ વિકાસથી શહેરનો નકશો બદલાયો છે. આધુનિક માર્ગ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જામનગર આજે અન્ય મહાનગરોની હરોળમાં ઉભુ છે.
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જામનગરમાં આશરે રૂપિયા 1200 કરોડના પ્રોજેક્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રિંગ રોડ પર લાલપુર અને ઠેબા ચોકડી ખાતે ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 1250ની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ અને રમતવીરો માટે સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શહેરની શોભા વધારશે.
આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો દીર્ઘકાલીન રોડમેપ જામનગરના ભવિષ્યને સુરક્ષિત કરશે. સ્માર્ટ સિટી મિશન હેઠળનું ભંડોળ અને વહીવટી તંત્રની સમયબદ્ધ કામગીરી શહેરને નવી ઓળખ આપી રહી છે.
