Connect Gujarat
ગુજરાત

જસદણમાં ભાજપ ભુલ્યું ભાન, ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતાર્યા બાળકોને

જસદણમાં ભાજપ ભુલ્યું ભાન, ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતાર્યા બાળકોને
X

બાળકો જીતેગા ભાઈ જીતેગા ભાજપ જીતેગાના નારા લગાવતા નજરે પડયા હતા.

જસદણની પેટા ચૂંટણી માટેના પ્રચારને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પ્રચાર અર્થે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તારીખ 20 ડિસેમ્બરના રોજ જસદણ પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનુ છે ત્યારે આવતીકાલે એટલે કે તારીખ 18ના સાંજના પાંચ વાગ્યા સુધી જ દરેક પાર્ટી પોતાનવા ઉમેદવારનો પ્રચાર કરી શકશે. એક તરફથી કોંગ્રેસ આવતીકાલે પોતાના સ્ટાર પ્રચારક એવા નવજોત સિંહ સિધ્ધુને પ્રચાર અર્થે ઉતારવા જઈ રહી છે. બીજી તરફ આજે જસદણમાં ભાજપે કેટલાંક બાળકો પાસે પણ પ્રચાર શરૂ કરાવ્યો હતો. જે બાબતે વિવાદ પણ થવા પામ્યો છે. બાળકો જીતેગા ભાઈ જીતેગા ભાજપ જીતેગાના નારા લગાવતા નજરે પડયા હતા. બાળકો પાસે પ્રચાર કરાવવો તે બાળ મજુરી સમાન છે.

આ બાબતે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ પ્રતિક્રીયા આપી નથી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2017માં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના ચેરપર્સન સ્તુતિ કક્કડે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા મામલે તમામ રાજકીય પક્ષોને એક પત્ર પણ લખ્યો હતો. જે પત્રની અંદર તેમને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવો તે બાળ અધિકારનો ભંગ છે. જે બાબતની સુચના તમામ રાજકિય પક્ષોને પણ આપવામા આવી હતી. હવે જોવાનુ એ રહે છે કે આ બાબતે કોઈ ફરીયાદ કે કોઈ નોટીસ ભાજપને ફટકારવામા આવે છે કે કેમ?

Next Story