જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિનામુલ્યે “સુપર સ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પ” નું આયોજન કરાયું

New Update
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિનામુલ્યે “સુપર સ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પ” નું આયોજન કરાયું

ભરૂચ શહેરનાં ભોલાવ વિસ્તારમાં સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં તા. ૨૮ એપ્રિલ ૨૦૧૯, રવિવારના રોજ ભરૂચ શહેરના રહેવાસીઓ માટે વિનામુલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતં, આ સુપર સ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પમાં કિરણ હોસ્પીટલ-સુરતના નામાંકિત ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચના સભ્યો તથા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટાફ હાજર રહી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહભાગી બન્યા.

મેડીકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે કિરણ હોસ્પીટલ-સુરતના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પંકજ રાવલ, ચિફ એડમીનીસ્ટ્રેટર ડૉ. સ્નેહલ, જેસીઆઇ-ભરૂચના પ્રમુખ જેસીહુસૈન ગુલામ હુસૈનવાલા, જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનાં ચેરમેન એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશભાઇ પરીક તથા મેનેજીંગ ડાયરેકટર પ્રશાંત ગોંડલીયા ઉપસ્થિત રહયા હતા.

દર કાર્યક્રમમાં ભરૂચ શહેર સ્વસ્થ ભરૂચ- સ્વચ્છ ભરૂચ બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ મેડીકલ કેમ્પમાં કિરણ હોસ્પીટલ સુરતના વિવિધ વિભાગનાં નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરોએ વિના મુલ્યે સેવા આપી હતી, જેમાં ૪૬૨ જેટલાં દર્દીઓએ ભાગ લીધો હતો.આ કેમ્પમાં ૫૦૦ જેટલા દર્દીઓએ પોતાના નામ રજીસ્ટર કરાવ્યા હતા.

કાર્યકમના અંતે શાળા પરીવારે કિરણ હોસ્પીટલ-સુરત તથા જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ-ભરૂચનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેરના રહેવાસીઓ સ્વસ્થ રહેતેવી શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories