Connect Gujarat
ગુજરાત

JCI અંકલેશ્વર દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું કરાયું ઉદ્ઘાટન

JCI અંકલેશ્વર દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું કરાયું ઉદ્ઘાટન
X

સ્ટાર ઈગ્લિશ મીડિયમ સ્કૂલ તથા આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે શરૂ કરવામાં આવી સિસ્ટમ

દેશ-દુનિયામાં પાણીની સમસ્યાને લઈને સૌ કોઈ ચિંતિત છે. ત્યારે પાણીના સોર્ષ ઉભા કરવા અથવા પાણીની જાળવણી માટે અવ નવા પ્રયોગો થઈ રહ્યા છે. ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ ઘમા કાર્યો થઈ રહ્યા છે. જે સંદર્ભે અંકલેશ્વર જેસીઆઈ દ્વારા સેવ વોટર અભિયાન હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત આજરોજ અંકલેશ્વરની સ્ટાર ઈગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તથા આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ICPAનાં આ્થિક સહયોગથી સ્થાપિત કરવામાં આવી છે. જેમાં જૈન સોશિયલ ગૃપે પણ પોતાનો સહયોગ પુરો પાડ્યો છે. આજરોજ તેને શરૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જેસીઆઈનાં ઝોન પ્રમુખ હિરેન શાહ, ICPAનાં એમડી રોહિત મહેતા દ્વારા આ બંન્ને સ્કૂલમાં રેઈ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.

Next Story