પાવી જેતપુરના કરાલીગામ પાસે બનાવેલ નવો પુલ બેસી જતાં ગ્રામજનોમાં ફેલાયો ભય

New Update
પાવી જેતપુરના કરાલીગામ પાસે બનાવેલ નવો પુલ બેસી જતાં ગ્રામજનોમાં ફેલાયો ભય

પાવીજેતપુર તાલુકા ના કરાલી ગામ પાસે બનાવેલ પુલ છોટાઉદેપુર,પાવીજેતપુર ,બોડેલી જેવા મુખ્ય ગામેં જવા માટે ૬૦ ગામના લોકો અવરજવર કરતા હોય છે. ૬૦ લાખના ખર્ચ સાથે કામ લગભગ બે વર્ષ સુધી ચાલ્યું. ૧૫ દિવસ પહેલા જ કોન્ટ્રાકટર દ્રારા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પહેલો જ વરસાદ થતાંજ બનાવેલ પુલ પર કોંક્રેટ અને સિમેન્ટ છૂટો પડી ગયો હતો.ખાડા અને તિરાડો પડતા તંત્ર પણ જાણે કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રસ્ટાચારને છુપાવવાની કોશિશ કરતા વરસાદમાં વેજ મિક્સ નાખી બેદરકારી છુપાવવાની કોશિશ તો કરી હતી.

હાલમાં પુલ ઉપર સિમેન્ટ અને કોંક્રેટ છૂટું પડી જતાં ગાબડાં અને તીરડો જોવાઈ રહી છે. ગ્રામજનો હાથથી કોંકરેટ અને સિમેન્ટ ઉઠાવી રહ્યા છે અને આ કામની કેટલી ગુણવત્તા છે તે સાબિત કરી બતાવે છે અને કામમાં મોટા પાયે ભ્રસ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

કેટલાક ગામના લોકો નું કહેવવું છે કે બાજુમાં જ તળાવ આવેલ છે.જો તળાવ ઓવરફલૉ થાય તો આ પુલ જોખમી બની જશે અને જો રાહદારી અજાણતા જ આ રસ્તે થી પસાર થાય તો મોટું જોખમ સર્જાય તેવી સંભાવના રહેલી છે.

તિરાડો અને ખાડા પડતા જ જિલ્લા કલેકટરે ટ્વીટ કરીને લોકો ને જાણકારી આપી ‘’પાવીજેતપુર ઉંડવા ગામ પાસે હાલ માં કોજવેનું સમારકામ ચાલુ છે . રસ્તો ટુક સમય માટે વાપરવો નહી . સમારકામ ચાલી રહ્યું છે . લોકો એ આ રસ્તો ટુંક સમય માટે ન વાપરવા તંત્ર નો અનુરોધ છે. જોકે મુખ્ય રસ્તા પર જવુ હોઈ તો આજ એક રસ્તો છે .જો બીજો રસ્તો રાહદારી પકડે તો તેમને લગભગ ૨૫ કિમિનો રસ્તો વધુ કાપવો પડે તેમ હોય કેટલાક વાહન ચાલકો જોખમી રસ્તા પર થી પસાર થઈ રહ્યા છે.

તો બીજી બાજુ આર.એન.બીના અધિકારી બચાવ કરતા જણાવી રહ્યા છે કે હાલ માં રિપેરિંગ કામ કરી દેવામાં આવ્યું છે અને અવરજવરમાં કોઈ વાંધો નથી. જે રીતે તીરડો અને ગાબડાં જોવાય રહ્યા છે તે રીતે જોતાં રાહદારીઓને પૂલ પર થી પસાર થવું કેટલું સલામત ? એ એક સવાલ છે .

હાલ તો ગામના લોકો માટે અવરજવર જીવના જોખમ સાથે પસાર તો થાય છે. પણ તંત્ર દ્વારા જો યોગ્ય પગલાં નહી લેવા માં આવે તો આવનારા સમયમાં આ પૂલ લોકો માટે જોખમી સાબિત થસે.

Latest Stories