New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault.jpg)
જેતપુરમાં ધોરાજી હાઈવે પર આવેલી પધારો રેસ્ટોરન્ટમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. LPGના બાટલામાં લિકેજ હોવાથી આ આગ લાગી હોવાની હાલમાં તો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ રેસ્ટોરન્ટ સંપૂર્ણ લાકડાથી બનેલી હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ આગમાં સંપૂર્ણ રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું છે અને મોટાપાયે નુકાસાન થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Latest Stories