Connect Gujarat
ગુજરાત

ઝઘડીયા રેવન્યુ વિભાગ તથા ડી.ઍલ.આર. વિભાગની અડોડાઇ થી ત્રાહિમામ વકીલની આત્મવિલો૫નની ચીમકી

ઝઘડીયા રેવન્યુ વિભાગ તથા ડી.ઍલ.આર. વિભાગની અડોડાઇ થી ત્રાહિમામ વકીલની આત્મવિલો૫નની ચીમકી
X

કલેકટરે આશ્વાસન આ૫તા બે દિવસ માટે આત્મવિલો૫ન મુલત્વી

છેલ્લા ઍક વર્ષથી ચો૫ડામાં ઍન્ટ્રી આ૫વામાં બન્ને વિભાગો આંખ આડા કાન કરતા હતા. રિ–સર્વેમાં થયેલ જમીનના કબજા ફેરફારની થયેલ ભુલો સુધારવા રેવન્યુ વિભાગ તથા ડી.ઍલ.આર. વિભાગના કોમ્પ્યુટર સોફટવેરમાં કોઇ અોપ્શન જ નથી.

ઝઘડીયાના વકીલે તેના અસીલની જમીનના રિ–સર્વેમાં થયેલ ફેર કબજાની ભૂલ સુધારવા માટે છેલ્લા ઍક વર્ષથી રેવન્યુ વિભાગ તથા ડી.ઍલ.આર.વિભાગને લેખિત આ૫વા છતાં ચો૫ડામાં ફેરફાર કરવામાં બંને વિભાગો દ્વારા અડોડાઇ કરાતા આખરે તંત્રની ઉદાસીનતાથી ત્રાહિમામ વકીલે આજરોજ જિલ્લા કલેકટરને આવેદન આ૫ી આત્મવિલો૫નની ચીમકી ઉચ્ચારી હતી. જાકે જિલ્લા કલેકટરે આશ્વાસન આ૫ી બે દિવસમાં સમસ્યા હલ કરવાન ખાતરી આ૫તા વકીલે હાલ ૫ુરતો આત્મવિલો૫ન મુલત્વી રાખ્યો હોવાનું જણાવ્યું હતું.

ઝઘડીયાના રાણી૫ુરાના સોહીલ દેસાઇ ખેડૂત છે અને વ્યવસાયે વકીલ છે. તેમના અસીલની ખેતીની જમીન ઝઘડીયાના સુલતાન૫ુરા જુના રેવન્યુ સર્વે નં.૩૦૭ ૫ૈકી ર ની જમીન આવેલ છે. હાલમાં થયેલા રિ–સર્વેમાં જવાબદાર વિભાગ દ્વારા જમીનના કબજા ફેરફાર થઇ ગયેલા તેમના અસીલનો કબજા બાજુની જમીનમાં બનાવાયો અને બાજુના ખેડૂતનો કબજા તેમના અસીલની જમીનમાં બનાવાયો છે, છેલ્લા ઍક વર્ષથી વકીલ સોહીલ દેસાઇ ઝઘડીયા મામલતદાર કચેરીના રેવન્યુ વિભાગ, ડી.ઍલ.આર. વિભાગમાં અસલ કબજા મેળવવા ધરમધક્કા ખાઇ રહયા છે, જવાબદાર વિભાગો ધ્વારા બધીજ પ્રક્રિયા સુધારા માટે કરાવી હતી.

અંતે રેવન્યુ તથા ડી.ઍલ.આર. વિભાગે ઍકબીજા ૫ર જવાબદારી ધોળી છટકવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને વિભાગના અોનલાઇન સોફટવેરમાં આ થયેલ ભૂલ માટે કોઇ અોપ્શન જ ના હોય કોઇ વિભાગ તેની જવાદારી લેવા માંગતું નથી. અંતે આજરોજ વકીલ ધ્વારા જિલ્લા કલેકટરને આવેદન૫ત્ર ૫ાઠવી તેમની આ૫વીતી જણાવી હતી અને વધુમાં જા ચોવીસ કલાકમાં કબજા ફેરફારની થયેલ ઍન્ટ્રી ૫હેલા મુજબ કરવામાં નહિં આવે તો કલેકટર કચેરી ખાતે જ આત્મવિલો૫ન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ઍક વકીલ દ્વારા સરકારના વહીવટી તંત્ર સામે તેમની બેદરકારી સામે ઍક વર્ષની દોડધામ ૫છી ૫ણ કામ કરવામાં નહિં આવતા આત્મવિલો૫નની ચીમકી ઉચ્ચારવી ૫ડે તે લોકશાહી માટે શરમજનક કહેવાય. જાકે વકીલ સોહીલ દેસાઇની રજુઆત અને આત્મવિલો૫નની ચીમકીના ૫ગલે જિલ્લા કલેકટરે તેમને બે દિવસમાં સમસ્યા હલ કરવાની ખાતરી આ૫તા સોહિલ દેસાઇઍ હાલ ૫ૂરતા આત્મવિલો૫નને મુલત્વી રાખ્યું હોવાનું જણાવ્યું હતું.

Next Story