J&K : ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની મુઠભેડમાં 2 આતંકી ઠાર 

New Update
જમ્મુ કશ્મીર : કુલગામના ચૌગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી

પુલાવામાં જિલ્લાના ત્રાલમાં આજરોજ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે મુઠભેડ થઇ હતી જેમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા જયારે એક જવાન શહીદ થયો હતો તેમજ એક અધિકારી સહીત પાંચ જવાન ઘાયલ થયા હતા.

સૂત્રીય માહિતી અનુસાર આ વિસ્તારમાં ચેકીંગ શરુ કરવામાં આવ્યું ત્યારે એક મકાન માંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુઠભેડ શરુ થઇ ગઈ હતી.

આ હુમલાને પગલે વિસ્તારમાં ફરફયૂ જારી કરી દેવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત શુક્રવારના રોજ પણ આતંકીઓ દ્વારા સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો જેમાં એક નાગરિકનું મોત નીપજ્યું હતું અને એક જવાના ઘાયલ થયો હતો.