લાખો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી/JoSAA કાઉન્સેલિંગ, 2022 માટે સત્તાવાર શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. જોશાનું શેડ્યૂલ ઓનલાઈન મોડમાં 20 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી JoSAA કાઉન્સેલિંગ 2022માં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ josaa.nic.in પર જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટીની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને સંપૂર્ણ શેડ્યૂલ તપાસી અને ડાઉનલોડ કરી શકે છે.
જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર શેડ્યૂલ મુજબ, જોએસએએ કાઉન્સેલિંગ 2022 12 સપ્ટેમ્બર, 2022થી શરૂ થશે. જાણકારી અનુસાર આ વખતે ઓથોરિટી કાઉન્સેલિંગના 06 રાઉન્ડ કરી શકે છે.
