જૂનાગઢના ભેસાણ તાલુકાના ગામડાઓમાં 199, ટકા વરસાદ વરસતાં ખેતીને વ્યાપક નુકશાન થયું છે. ખેતી નષ્ટ થઇ જતાં ધરતીપુત્રો માટે પરિવારનું ગુજરાન ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે.
ભેસાણ તાલુકાના ગામડાઓમાં ચાલુ વર્ષમાં 199 ટકા વરસાદ પડતાં અતિવૃષ્ટિ થતા ખેતી કરતા ખેડૂતોની આજીવિકા છીનવાઈ ચુકી છે. ખેડૂતોએ મહામુસી બતે બિયારણ, ખાતર, દવા, અને મહેનત ખર્ચ ચડાવી તૈયાર કરેલ મગફળીના પાકમાં વરસાદ અતિ વરસતા ખેતરોમાં પાણી ભરાય જતાં પાક પલળી ગયો છે.
ભેસાણ તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ 80 ટકા મગફળીનું વાવેતર કરેલું છે. આ ઉપરાંત અન્ય પાકો કપાસ, કઠોળ જેવા પાકો 20 ટકા વાવેતર થયું છે. ચાણકા ગાંમના ખેડૂત દયાબેન ડોબરીયાએ પોતાના 20 વિધા જમીનમાં,ગોરખપુર ગામના બીનાબેન છેલડીયા તેમજ મુકેશભાઈ છેલડીયા આ બંને ખેડૂતોએ પોતાના 10 વિધા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે પણ તેમનો તમામ પાક નષ્ટ થઇ ચુકયો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ અમારે ઉત્પાદન કઈ થયું નથી અમારે અમારા બાળકોની સ્કૂલની ફી કેવી રીતે ભરવી તેમજ આગલા રવિ પાકનું વાવેતર કેવી રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે. સરકાર નુકશાનનો સર્વે કરાવી અમને વળતર આપે તેવી અમારી માંગણી છે.