જુનાગઢ: હાઇવે ઉપર હવામાં ઊડી બોલેરો, લીધો લગ્ન પહેલાં જ યુવકનો ભોગ, અકસ્માતના ફિલ્મી દ્રશ્યો સર્જાયા

0

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પાસેના પાણીધ્રા હાઇવે પર એકદમ સ્પીડે આવતી બોલેરો જીપ ડિવાઇડર સાથે ભટકાતાં હવામાં ફાંગોળાઈ હતી. ભયંકર અકસ્માત સર્જાતા એક નિર્દોષ બાઇક ચાલકનો ભોગ લેવાયો હતો.

પહેલી નજરે તમને લાગશે કે આ ફિલ્મના દ્રશ્યો છે. દ્રશ્યોમાં કોઈ ફિલ્મી સ્ટંટ થઈ રહ્યો હોય અને કાર હવામાં ઊડતી હોય તેમ લાગી રહ્યું છે. હાઇવે ઉપર ટર્ન લેતા જ એક બોલેરો જીપ હવામાં ઊડી બીજી કરી ઉપરથી છલાંગ લાગવતી નજરે ચઢે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ ફિલ્મી દ્રશ્યો નહીં પરંતુ હકીકતમાં બનેલી છે. આ ઘટનામાં બોલેરો ચાલક જાણે ભાન ભૂલીને કાર હંકારતો હોય તેમ ફૂલ રફતારથી ગાડી ચલાવતા અચાનક ટર્ન લેતાં જ હાઇવે ઉપરના ડિવાઇડર પર ટાયર ચઢી જતાં જીપ હવામાં ઊડે છે અને એક બાઇક ચાલકને કચડી નાખે છે. આ દ્રશ્યો છે જુનાગઢ જિલ્લાના પાણીધ્રા હાઈવેના. જ્યાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના નવા વાંદરવાડા ગામના આહીર પંકજ દેવાયતભાઈ ભેંદરડાના એક મહિના પછી એટ્લે કે ૨૩ ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. ૨૫ વર્ષનો યુવક પોતાના નિર્ધારેલ લગ્નની તૈયારીઓ માટે ખરીદી કરવા માટે બાઇક ઉપર પિતરાઈ બહેન મધુબેન મેરામભાઈ સાથે જઇ રહ્યો હતો. પરંતુ કાળમુખી કાર યમરાજ બનીને આવતા બાઇક ચાલકને અડફેટે લેતાં બાઇક પર સવાર ભાઈ અને બહેન નીચે ઢસડાયા હતા. ઇજાગ્રસ્ત ભાઈ બહેનને સારવાર માટે કેશોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા જ્યાં પંકજની હાલત ગંભીર જણાતાં જુનાગઢ રીફર કરાતા તેનું મોત નીપજયું હતું. જ્યારે યુવકની પિતરાઇ બહેન મધુબેન કેશોદ સારવાર હેઠળ છે. અકસ્માત સર્જીને બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here