જુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

0
129

બિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ કરાવવા નીકળ્યાં હતાં પણ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

જુનાગઢ શહેરની તમામ કોલેજોની બહાર શનિવારના રોજ પોલીસ પહેરો જોવા મળ્યો હતો પણ ન કોલેજમાં કોઇ પરીક્ષા હતી કે ન કોઇ કાર્યક્રમ. બિન સચિવાલય ભરતી પરીક્ષા મુદ્દે કોંગ્રેસે આપેલાં બંધના એલાનના પગલે કોલેજોની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શનિવારે સવારથી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાંની સાથે એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો કોલેજો બંધ કરાવવા માટે ગયાં હતાં. તેમણે  સી. એલ. કોલેજ બંધ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને રોકતાં ઘર્ષણ થયું હતું. તેમણે રાજય સરકાર વિરૂધ્ધ નારા લગાવ્યાં હતાં. પોલીસે આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરી લેતાં પરિસ્થિતિ રાબેતા મુજબ થઇ ગઇ હતી.


Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here