/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-109.jpg)
શનિવારે વહેલી સવારે ૪.૩૦ વાગ્યા ના એરસામાં શહેર ના ગીચ અને પોષ વિસ્તાર એવા દાણાપીઠ ખાતે આવેલ ગીરીરાજ પરફયુમની દુકાન માં કોઇ કારણોસર આગ ફાટી નિકળી હતી વહેલી સવારનો બનાવ હોય દુકાન દાર ઘરે હોય અને અાસપાસ ના વિસ્તારના રહીશો એ મોબાઇલ દ્વારા ગીરીરાજ પરફયુમના માલીક કીશોરભાઇ ને જાણ કરતા અને દાણાપીઠ પીપળા ખડકીના રહીશોએ ફાયર શાખાને અને પી.જી.વી.સી.એલ માં જણ કરતા ફાયર ફાયટર ઘટને સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના ચક્રો ગતીમાન કરેલ હતા. પી.જી.વી.સી.એલ નો સ્ટાફે પણ ફોન દ્વારા જાણ કરતા તુરંત ઘટને સ્થળે પહોંચી પાવર સપ્લાય બંધ કરી દિધેલ હતો.
આ ઘટનાને લઇને જૂનાગઢ જિલ્લાના કલેકટર સૌરભ પારધી અને જૂનાગઢ ના ધારાસભ્ય ભીખા ભાઈ જોશીએ પણ ઘટન સ્થળની મુલાકાત લીધી હતી.આ વિકરાળ આગમાં ગિરીરાજ પરફયુમના માલીકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અંદાજે દશ થી પંદર લાખનું નુકાશાન હાલ સામે આવે છે. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ જાણવા મળેલ નથી.આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરતા અન્ય બે ત્રણ દુકાનો માં પણ આગની અસર પહોંચી હતી અને તેમાં એક પાનની કેબીન આગમાં બળીને ખાખ થઇ ગયેલ હતી. આગ એટલી હદે વિકરાલક હતી કે ફાયર ૫ ફાયર ફાયટર પણ પુરાના પડતા શયામ કંટ્રોકશનના પાણીના ટ્રેક્ટર પણ મહાનગરપાલિકાએ મગાવી ને આગને કાબુમાં કરવા જહેમત ઉઠાવી હતી.