New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-190.jpg)
જૂનાગઢના ભેસાણ રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં સવારના સાડા સાત વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી.
જૂનાગઢના ભેસાણના સુખપુરમઢી પાસે એક કારખાનામાં એકાએક ભીષણ આગ લાગતા દોડ ધામ મચી હતી. આગ લાગવાનું કારણ સોર્ટસર્કિટ થી લાગી હોય તેવું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું. ભેસાણ પાસે આવેલ પ્રગતિ પ્લાસ્ટિક નામની ફેકટરીમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરશાખાના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદ આ આગ બે કલાકના સમય બાદ કાબુમાં આવી હતી અને લાખોનો નુકસાન થયો હતો.
Latest Stories