Connect Gujarat
ગુજરાત

શિક્ષણ અભિયાન કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે જુનાગઢ જીલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદન

શિક્ષણ અભિયાન કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે જુનાગઢ જીલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદન
X

શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરી અનેક બાળકોને સાક્ષર કરી તેમનુ ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવાની મહત્વની ફરજ બજાવતા સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે જુનાગઢ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.

સરકાર દ્વારા શરૂ કરવામા સમગ્ર શિક્ષા અભિયાન જેનો મુળ ઉદ્દેશ્ય શાળામા અભ્યાસ કરતા બાળકોના નમાંકન, ગુણવત્તા સભાર શિક્ષણ મળી રહે અને સ્થાયીકરણ વગેરે છે તે બાબતે હેતુલક્ષી અને પરિણામલક્ષી કામગીરી માટે વર્ષોથી ફિક્સ પગાર સાથે કામગીરી કરતા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓને સરકાર દ્વારા કોઈ જાતની નોકરીની સલામતી આપવામા આવતી નથી.

તેમજ વર્ષોથી નિષ્ઠાપુર્વક ફરજ બજાવતા હોવા છતા પણ ન્યુનતમ વેતન જ ચુકવવામા આવે છે તેમજ અન્ય કોઈ લાભો મળતા નથી ત્યારે અનેક પ્રશ્નો અને માંગણીઓની સરકાર સામે રજૂઆત કરી હોવા છતા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા કર્મચારીઓ દ્વારા જુનાગઢ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ છે. અને જો યોગ્ય નિર્ણય આપવામાં નહિ આવે તો તા.૧૧/૩/૧૯ ના રોજ માસ સી.એલ. ૫ર ઉતરી ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના ૬૦૦૦ કર્મચારીઓ ગાંધીચિંધ્યા માર્ગે ધારણા કરીને ભૂખ હડતાળ પર ઉતારશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે જુનાગઢ જિલ્લાના શિક્ષા અભિયાનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story