જુનાગઢ: મનપાની ચૂંટણીનું આજે મતદાન, મતદાતાઓની પાંખી હાજરી

New Update
જુનાગઢ: મનપાની ચૂંટણીનું આજે મતદાન, મતદાતાઓની પાંખી હાજરી

જૂનાગઢ મહાનગર પાલિકા ની ચૂંટણી નું મતદાન સવાર ના 8 કલાક થી શરૂ થયું છે. તો હાલ મેઘરાજા પણ વરસી રહ્યા છે જૂનાગઢ શહેર માં મનપા ની ચૂંટણી ના મતદાન માં બુથ માં મતદારો ની ઓછી ભીડ જોવા મળી રહી છે અને હાલ વરસાદ ના કારણે મનપા ની ચૂંટણી ના મતદાન માં ભારે અસર દેખાઇ રહી છે.

લોકો મતદાન કરતા પહેલા વરસાદ માં ન્હાવા ની મોજ માણી રહ્યા છે. ત્યારે જૂનાગઢ ના ભવનાથ વિલિંગ ડેમ જેવા વિસ્તાર માં લોકો આ વરસાદ ની મોજ માણતા જોવા મળી રહ્યા છે.હાલ મનપા ની ચૂંટણી નું મતદાન ઓછું થાય તેવી શકયતા ઓ દેખાઇ રહી છે.

એક બાજુ મનપા ની ચૂંટણી નું મતદાન થઈ રહ્યું છે અને બીજી તરફ લોકો રવિવાર હોવા થી અને વરસાદ આવવા થી લોકો માં એક ખુશી જોવા મળી રહી છે અને લોકો તેમના ફેમિલી સાથે વિલિંગ ડેમ,ભવનાથ,ગિરનાર તરફ લોકોનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

Latest Stories