/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-388.jpg)
જૂનાગઢમાં ગિરનાર અને દાતાર જેવા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ના કારણે નદીઓ અને ડેમો છલકાયા તો જૂનાગઢ ને પીવા નું પાણી પૂરું પડતું અંદપુરડેમ ઓવરફ્લો થયો છે.
હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી રાજ્ય ભર માં જુવા મળી રહી છે ત્યારે જૂનાગઢ માં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેર ને પીવા નું પાણી પૂરું પાડતું આનંદપુર ડેમ ઓવર ફલૉ થતા જુનાગઢ વાસીઓએ ખુશી અનુભવી છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશન ના ચુટાયેલ કોર્પોરેટર તેમજ આગેવાનો, આણંદપુર ડેમ છલકાઈ જતાં નવા નીરના વધામણાં કરવા પોહચ્યા હતા. તો છેલ્લા કેટલાક સમયથી પાણીની મુશ્કેલીઓ જૂનાગઢના નગરજનો અનુભવી રહ્યા હતા. ત્યારે આ વરસાદના કારણે આનંદપુર ડેમ ઓવરફલૉ થયો છે. તો બીજી તરફ લોકો માંથી સવાલ ઉઠી રહ્યો છે કે જૂનાગઢ માં હવે પાણી કાપ ક્યારે બંધ કરવામાં આવે અને પૂરતું પાણી ક્યારે મળશે.