/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-147.jpg)
જુનાગઢ શહેરના દોલતપુરા વિસ્તારમાં આવેલ નેમિનાથ સોસાયટીમાં રહેતો પરણિત યુવક વિરલ પટાટ દોઢેક માસ પહેલા દોલતપુરા ગામની છોકરીને ભગાડી ગયો હતો બાદમાં છોકરીના પરિવારજનોએ વિરલ પટાટ સામે ચોરી સહિતની ફરિયાદ નોંધાવી હતી તે બાબતે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું જેમાં પટાટ પરિવાર ચોરવાડના ખંભાળિયા રેહવા ચાલ્યા ગયા હતા આજે તેના જૂનાગઢ સ્થિત મકાનનો માલ સામાન લેવા માટે જુનાગઢ આવવાના હોય અને તેના પર હુમલો થાય તેવી ભીતિ ના કારણે લખાણ પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું હતું જેથી એક પીએસઆઇ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલો પટાટ પરિવારના રક્ષણ માટે તેના ઘરે હાજર હતા તેવામાં અચાનક દેવાણંદ ના મીત્રો રમેશ ગોજીયા અને હમીર ગોજીયા સહિત 12 થી 15 શખ્સોનું ટોળું ઘાતક હથિયારો સાથે આવી પટાટ પરિવાર પર તલવાર ભાલા કુહાડી વડે હુમલો કર્યો હતો.
યુવતીને ભગાડી જવાના મામલે ચાલતા મનદુઃખ માં પોલીસની હાજરીમાં હુમલાખોરોએ હુમલો કરી પીએસઆઈ સહિત છ લોકોને ઘાયલ કરી દીધા હતા આ અંગે પોલીસ દ્વારા હત્યાની કોશિશ રાયોટીગ સહિતનો રમેશ ગોજીયા હમીર ગોજીયા સહીત 12થી 15 લોકો સામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
હુમલાખોરોને પોલીસનો પણ ડર ન હોય તેમ પોલીસની હાજરીમાં જ ઘાતક હથિયારો સાથે હુમલો કરી પોલીસ ને પણ ઈજાગ્રત કરી પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે.