Connect Gujarat
Featured

કરણ જોહર પિતાના રોલ માટે તૈયાર, એક્તા કપૂરે કરી સિરિયલ ઓફર

કરણ જોહર પિતાના રોલ માટે તૈયાર, એક્તા કપૂરે કરી સિરિયલ ઓફર
X

લોકડાઉનમાં ફિલ્મમેકર કરણ જોહરે તેની સોલ્ટ એન્ડ પેપર લુકની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે પોસ્ટ શેર કરી જણાવ્યું કે તે પિતાના રોલ ભજવવા માટે તૈયાર છે અને એક્ટિંગ માટે સેકન્ડ ચાન્સ લેવા તૈયાર છે. તેની આ પોસ્ટ જોઈને એકતા કપૂરે તેને તેની સિરિયલનો એક રોલ પણ ઓફર કર્યો છે.

https://www.instagram.com/p/B_z3uJXJfAf/?utm_source=ig_embed

કરણ જોહરે લખ્યું કે, મને ખબર છે કે મારી એક્ટિંગ હાલના વાઇરસ કરતાં પણ ખતરનાક હતી પણ બીજા ચાન્સ માટે આશા રાખવામાં કોઈ નુકસાન નથી. તો બધા કાસ્ટિંગ ડિરેક્ટર્સ, બધા રિસ્ક ટેકિંગ ફિલ્મમેકર્સ, મારે એક જાહેરાત કરવી છે. હું પિતાના રોલ માટે અવેલેબલ છું. 48 વર્ષની ઉંમરે ખરાબ ટ્રેક રેકોર્ડ સાથે હું પ્રોમિસ કરું છું કે હું ચૂઝી નહીં બનું.

ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરે તેને કસૌટી ઝિંદગી કે સિરિયલમાં રોલ પણ ઓફર કર્યો છે. તેણે મજાકમાં લખ્યું કે, મારી એક સિરિયલ છે. રિશબ બજાજને સફેદ વાળ છે અને તે હોટ છે. અમે હંમેશાં ચહેરાઓ બદલીએ છીએ. પ્લીઝ ટીવી પર આવો.

આ પોસ્ટ પર અનિલ કપૂરે કમેન્ટ કરી હતી કે, મેરે પેટ પે ક્યોં લાત માર રહે હો સર. આ સિવાય ફારાહ ખાને મજાક કરી કે, હિરોઈન કરતાં તારું મેઇન્ટેનન્સ વધુ થશે. છેલ્લે કરણ જોહરે 2018માં સોનાક્ષી સિન્હા અને દિલજિત દોસાંજ સ્ટારર વેલકમ ટુ ન્યૂ યોર્ક ફિલ્મમાં એક્ટિંગ કરી હતી.

Next Story