કરજણ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાયું

New Update
કરજણ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાયું

લોકશાહીના સૌથી મહાપર્વ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયુ છે. ત્યારે દરેક રાજકિય પક્ષોના નેતાઓ દિલ્હીની ગાદી સર કરવા કમરકસી લોકસંપર્કમાં લાગી ગયા છે. દેશના મુખ્ય બે પક્ષો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દેશની શાસન ધુરા હસ્તગત કરવા અથાગ પ્રયાસોમાં લાગી ગઇ છે. જે અંતર્ગત આગામી ૨૩ મી એપ્રલના રોજ ગુજરાતમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઇ વસાવાએ બુધવારના રોજ વડોદરાના કરજણ ખાતે નવાબજારમાં એચ.જે. પાર્ક ખાતે ચૂંટણી કાર્યાલયનું રિબીન કાપી ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ભાજપાના કાર્યકરોએ આતશબાજી સાથે મનસુખભાઇ વસાવાનું શાનદાર સ્વાગત કર્યુ હતું અને રેલી સ્વરૂપે કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. મનસુખભાઇ વસાવાએ લોકસભા ચૂંટણીમાં ખભે ખભા મિલાવી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા કાર્યકરોને હાકલ કરી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળિયા), ભરતભાઈ પટેલ (પ્રમુખ) જયદીપસિંહ ચૌહાણ (મહામંત્રી) કૌશિકભાઈ ભટ્ટ (મહામંત્રી) કરજણ તાલુકા ભાજપ મુકેશભાઈ પંડ્યા (પ્રમુખ) ઉપેન્દ્રભાઈ શેઠ (મહામંત્રી) પ્રદીપસિંહ રાજ (મહામંત્રી) કરજણ નગર ભાજપ ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા અને નગરના સૌ સંગઠનના હોદેદારો, જિલ્લાના હોદેદારો, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના અને નગર પાલિકાના સદસ્યો, વિવિધ મોરચાના હોદેદારો, શક્તિકેન્દ્રના પ્રમુખો અને પ્રભારીઓ,અલ્પકાલીન વિસ્તારક યોજનાના વિસ્તારકો, બુથ સમિતિના સભ્યો, પેજ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories