Connect Gujarat
ગુજરાત

કરજણ : નહેરના મેઇન ગેટના પંપના હેન્ડલ સાથે અજગર વિટળાઇ જતા કરાયો રેસ્ક્યુ

કરજણ : નહેરના મેઇન ગેટના પંપના હેન્ડલ સાથે અજગર વિટળાઇ જતા કરાયો રેસ્ક્યુ
X

વડોદરાના ટીમ્બરવા ગામની સીમમાંથી પસાર થઇ તરવા ગામ તરફ જઇ રહેલી નહેરના મેઇન ગેટના પંપના હેન્ડલ સાથે એક મહાકાય અજગર વિટળાઇ જતા ભારે જહેમત બાદ અજગર રેસ્ક્યુ કરી બચાવી લેવાતા જીવદયા પ્રેમીઓએ હાશકારો અનભવ્યો હતો.

ટીંમ્બરવા થી તરવા તરફ જતી એમ બી સી કેનાલના મેઇન ગેટ નં ૫૫ ના હેન્ડલ સાથે એક મહાકાય અજગર વીટળાઇ ગયો હતો.જેની જાણ થતા કેનાલના ઓપરેટર વિક્રમભાઇ વસાવાએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પ લાઈન પર અરવિંદ પવારને ફોન કરતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ટીમના કાયૅકર અમિત તડવી તથા સંજય વસાવા તેમજ વન વિભાગના સ્ટાફને સાથે રાખીને સ્થળ ઉપર પહોંચી તરવા ગામના સ્થાનિક લોકોની મદદથી અજગરને રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરાઇ હતી.

ત્રણ કલાકની ભારે જહેમત બાદ નહેરના હેન્ડલ સાથે વિટળાઇ ગયેલા અજગરને સહિ સલામત બચાવી લઇ વનવિભાગને સોંપી દેવાયો હતો. આશરે દસ ફુટ લાંબો અજગર હોવાનું જાણવા મળ્યું હતું. ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરાતા જીવદયા પ્રેમીઓમાં હર્ષ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story