/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/05104043/maxresdefault-50.jpg)
કર્ણાટકમાં આજે 15 વિધાનસભા
બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. પેટા ચૂંટણીના પરિણામો 9 ડિસેમ્બરે આવશે. આ પેટા ચૂંટણીના પરિણામો
નક્કી કરશે કે કર્ણાટકમાં ચાર મહિનાની ભાજપ સરકાર ટકી રહેશે કે તેનું પતન થશે.
કર્ણાટકમાં આજે 15 વિધાનસભા
બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. પેટા ચૂંટણીના પરિણામો 9 ડિસેમ્બરે આવશે. આ પેટા ચૂંટણીના પરિણામો
નક્કી કરશે કે કર્ણાટકમાં ચાર મહિનાની ભાજપ સરકાર ટકી રહેશે કે તેનું પતન થશે. ચાલો
તમને જણાવી દઈએ કે યેદિયુરપ્પા સરકાર માટે આ 15 બેઠકોમાંથી ઓછામાં ઓછી 6 બેઠકો
જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ બેઠકો પર યોજાઇ રહી છે
પેટા ચૂંટણી
અઠાની, કાગવડ, ગોકક, યેલાપુર, હિરેકેરુર, રાનીબેનનુર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર. પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર. પેટે, હુનસુર બેઠકો
પર યોજાઇ રહી છે પેટા ચૂંટણી. મુસ્કી (રાયચુર જિલ્લો)
અને આર.આર. નગર (બેંગલોર) ની
પેટા ચૂંટણી પર કર્ણાટક હાઇકોર્ટમાં મે 2018ની
વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે દાખલ કરેલા દાવાને કારણે રોક લગાવી દેવામાં આવી
છે.
ભાજપે બળવાખોરોને આપી છે
ટિકિટ
ભાજપે ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ અને જેડીએસ છોડીને આવેલા ક્રમશઃ 11 અને ત્રણ ધારાસભ્યોને ઉતાર્યા છે. આ લોકો 14 નવેમ્બરના રોજ શાસક
પક્ષમાં જોડાયા હતા. સુપ્રીમ કોર્ટે 13 નવેમ્બરના રોજ પોતાના ચુકાદામાં તેમની
ગેરલાયક ઠેરવીને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. નોંધપાત્ર વાત એ છે કે સ્પીકર કે.આર. રમેશ કુમારે 25 અને 28 જુલાઈએ આ
ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા.
કુલ 165 ઉમેદવારોના ભાવિનો થશે
ફેંસલો
15 વિધાનસભા મત વિસ્તારોમાં
કુલ 165 ઉમેદવારો ઉભા છે, જેમાં 126 અપક્ષ અને નવ
મહિલાઓનો સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસ તમામ 15 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી
રહ્યા છે, જ્યારે જેડીએસએ 12 બેઠકો પર
ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યાં ચૂંટણી ત્રિકોણીય
હોવાની સંભાવના છે. બેલગાવી જિલ્લાના અઠાની, ઉત્તર કન્નડ જિલ્લાના
યેલાપુર અને બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના હોસાકોટેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.
21 હજાર મતદાન અધિકારીઓ અને
19 હજાર સુરક્ષા કર્મીઓ કરાવશે મતદાન
માહિતી અનુસાર, 15 વિધાનસભા મત વિસ્તારોમાં
38 લાખથી વધુ મતદારો છે, જેમાં 19.25 લાખ પુરુષો અને
18.52 લાખ મહિલાઓ છે. 5 વિધાનસભા મત વિસ્તારોમાં 884 સંવેદનશીલ મતદાન મથકો સહિત
4185 મતદાતા કેન્દ્રો પર મતદાન યોજાશે. આ મતદાન મથકો પર આખા દિવસના મતદાન માટે કુલ
8,326 બેલેટ યુનિટ્સ, 8,186 નિયંત્રક એકમો અને 7,876 વીવીપેટ
મશીન ઉપલબ્ધ રહેશે. સુરક્ષાની વાત કરીએ તો, રાજ્યના પોલીસ અને કેન્દ્રીય
દળો સહિત આ 15 વિધાનસભા મત વિસ્તારોની પેટા-ચૂંટણીઓ માટે 21,000 મતદાન અધિકારીઓ અને આશરે
19,000 સુરક્ષા કર્મચારીઓને
તૈનાત કરવામાં આવ્યા છે.