/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/WhatsApp-Image-2018-11-10-at-3.06.25-PM.jpeg)
મુલાકાતનો સમય અને લીફટની ક્ષમતાને ધ્યાને લઇ પ્રવાસનું આયોજન કરવા મુલાકાતીઓને અપીલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૨મી નવેમ્બર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે
કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યું ઓફ યુનિટી' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દિવાળીના તહેવારો ને લઇને પ્રવાસીઓ અને મુલાકાતીઓમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
'સ્ટેચ્યું ઓફ યુનિટી' મુલાકાતીઓ માટે સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે. 'સ્ટેચ્યું ઓફ યુનિટી' ખાતે કાર્યરત બે લીફટ દિવસ દરમિયાન ૫૦૦૦ મુલાકાતીઓને ઓબ્ઝર્વેશન ડેક (વ્યુંવીંગ ગેલેરી) સુધી લઇ જવાની ક્ષમતા ધરાવે છે તો મુલાકાતીઓએ મુલાકાતનો સમય તથા લીફટની ક્ષમતાને ધ્યાને લઇને 'સ્ટેચ્યું ઓફ યુનિટી'ની મુલાકાતનું આયોજન કરવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઇ છે. જેથી કરીને કેવડીયા ખાતે વધુ ભીડ ન થાય અને કોઇપણ મુલાકાતીને મુલાકાત વગર પાછું ફરવું ન પડે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 'સ્ટેચ્યું ઓફ યુનિટી' આગામી ૧૨મી નવેમ્બર ૨૦૧૮ને સોમવારના રોજ મુલાકાતીઓ માટે બંધ રહેશે. તો પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓએ સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન ગોઠવવા પણ વિનંતી કરાઇ છે.