સમગ્ર વિશ્ર્વની સાથ સાથે આજે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ઇપ્કોવાલા હોલમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, માતૃશક્તિ દરેક જીવમાં જીવનનો સંચય કરે છે. ધરતી પરના દરેક પ્રાણી અને માનવીને માતા પોતાની કુંખમાં ઉછેરે છે અને તેને જીવન આપે છે. તે તેના બાળકને પાળે-પોષે છે અને આ જીવમાં જીવનનો સંચય કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે અલગ અલગ થીમથી આ દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષની થીમ #GenderEqualitytodayforaSustainableTomorrow રાખેલ છે. મહિલા દિનની ઉજવણી પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે, નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિધ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે. નારીનું જ્યાં ગૌરવ જળવાય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિમાં નારી મહિમા અનન્ય રીતે કરાયો છે. ભારતની સંસ્કૃતિમાં પહેલેથી જ માતા, બહેન અને દિકરીને માન-સન્માનથી જોવામાં આવે છે. છેલ્લા સૈકાઓનો અભ્યાસ કરીએ અને આજના સમયમાં જોઇએ તો ભારતની અનેક નામી અનામી મહિલાઓએ અનેક પરાક્રમો કરી નામના મેળવી છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ છે. દરેક ક્ષેત્રમાં તેઓ નામના મેળવી રહી છે. કુટુંબના ભરણ પોષણની સાથે સાથે કટુંબના આર્થિક અને સામાજીક ઉત્સ્થાનમાં મદદ કરી રહિ છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170