Connect Gujarat
Featured

ખેડા : “આગ જ આગ...”, જીલ્લામાં સર્જાઈ 3 અલગ અલગ આગ લાગવાની ઘટના..!

ખેડા : “આગ જ આગ...”, જીલ્લામાં સર્જાઈ 3 અલગ અલગ આગ લાગવાની ઘટના..!
X

ખેડા જીલ્લામાં 3 જેટલા અલગ અલગ આગના બનાવો બન્યા હતા. જેમાં સલુણ ગામે એક ઇન્ડસ્ટીઝમાં આગ લાગી હતી, જ્યારે માતર નજીક એક ટ્રક અને નડીઆદમાં એક કારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.

ખેડા જીલ્લામાં આજે 3 જેટલા અલગ અલગ આગના બનાવો બન્યા હતા. જેમાં ગત રોજ રાત્રે સલુણ ગામ નજીક એક ઇન્ડસ્ટીઝમાં આગ લાગી હતી. જ્યારે નેશનલ હાઇવે નં. 8 ઉપર માતર ગામ નજીક મરચાં ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ટ્રકમાં આગ લાગતા સાવચેતીના ભાગરૂપે માર્ગને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

તો બીજી તરફ નડીઆદ શહેરના બસ સ્ટેન્ડ સામે પણ એક કારમાં આગ લાગી હતી. માર્ગ પર પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ લાગવાની ઘટનાથી લોકોમાં ભારે અફરાતફરી મચી હતી, ત્યારે બનાવના પગલે આસપાસના લોકો દોડી આવી કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. આ બન્ને બનાવોમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટ કે ઓવર હીટિંગ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તો બન્ને ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

Next Story