ખેડા : સરધાર મંદિરના મહંત નિત્યસ્વરૂપદાસજી ચૂંટણી પહેલા દેવપક્ષમાં જોડાયાં

0
Independence Day

ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ટેમ્પલ બોર્ડની ચુંટણી પહેલાં મોટો ઉલટફેર જોવા મળી રહયો છે. રાજકોટના પ્રખર વકતા મહંત નિત્યસ્વરૂપદાસજીએ આચાર્ય પક્ષ છોડી દેવપક્ષમાં જોડાવાનું નકકી કર્યું છે.

વડતાલ ખાતે ચાલતા બે પક્ષો વચ્ચે છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલાં વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે.એપ્રિલ મહિનામાં વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ કમિટી ના ચૂંટણી પહેલા આચાર્ય પક્ષને ઝટકો લાગ્યો છે.આચાર્ય પક્ષના અને રાજકોટના સરધારના મહંત નિત્યસ્વરૂપદાસજી દેવપક્ષમાં જોડાય રહયાં છે. તેઓ પ્રખર કથા વક્તા છે અને તેઓ આચાર્ય પક્ષમાંથી દેવપક્ષમાં જોડાતા દેવપક્ષમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમની સાથે 20થી વધારે અન્ય સંતો તેમજ અન્ય અનુયાયીઓ પણ આચાર્યપક્ષ છોડી દેવપક્ષમાં જોડાય ગયાં છે. મહંત નિત્યસ્વરુપદાસજીએ લીધેલું પગલું કેટલું યોગ્ય છે તે તો ટેમ્પલ બોર્ડની ચુંટણી બાદ જ ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here