/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-130.jpg)
બંન્નેવ પક્ષમાંથી મને ઓફર આવે તો પ્રથમ ચાન્સ હું ભાજપને આપું: પરેશ ગજેરા
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ બેઠક પર પરેશ ગજેરાને લડાવવામાં આવે તો જૂનાગઢ, અમરેલી, સુરત અને જામનગર બેઠકને ફાયદો થાય તેવા શહેરમાં ઠેર ઠેર ૫૦ થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે.
બેનરમાં ગજેરાને લોકપ્રિય નેતા તરીકે ઠેરવવામાં આવ્યા. પરેશ ગજેરાના સમર્થકો, પાટીદાર સમાજ, હિન્દુ રામસેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા શહેરના કાલાવડ રોડ, કિશાનપરા ચોક. કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં પરેશ ગજેરાને યુવા નેતા, પ્રતિભાશાળી અને લોકપ્રિય નેતા તરીકે ઠેરવવામાં આવ્યા છે.
પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, સમાજના આગેવાનો અને મિત્રો સાથે ચર્ચા કરી ચૂંટણી લડવા નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી લડવાની વાત આવે તો રાજકોછી લડવા ઇચ્છા વ્યક્ત કરીશ. રાજકોટ મારૂ જન્મસ્થળ અને કાર્યસ્થળ છે. રાજકોટ માટે જ ચૂંટણી લડીશ, નરેશભાઇ પટેલ અને લેઉવા પટેલ સમાજ સાથે રહેશે.તેમજ પરેશ ગજેરાએ નરેન્દ્ર મોદીના કાર્યો વખાણી કહ્યું હતું કે, ભાજપ પક્ષ મજબૂત પક્ષ છે. બંન્નેવ પક્ષમાંથી મને ઓફર આવે તો પ્રથમ ચાન્સ હું ભાજપને આપું.