New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/Untitled-1-copy-2.png)
વાલિયાના પણસોલી ગામ નજીક કીમ નદીમાં તણાઈ આવેલ દીપડાના બચ્ચાનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
વાલિયા તાલુકાના લુણા-પણસોલી ગામની વચ્ચેથી પસાર થતી કીમ નદીમાં દીપડાનું અઢીથી ત્રણ માસનું બચ્ચું તણાઈ આવ્યું હતું જે દીપડાના બચ્ચાને સ્થાનિકોની મદદથી વન વિભાગના આર.એફ.ઓ. ગજેન્દ્રસિંહ ભરથાણીયાએ વાલિયા વન વિભાગની કચેરી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ટુંકી સારવાર બાદ દીપડાના બચ્ચાનું મોત નીપજ્યું હતું. પશુ ચિકિત્સક દ્વારા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories