Connect Gujarat
Featured

કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું

કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું
X

કીમ અને માંડવી ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલા ઇંડા ભરેલાં ટેમ્પાને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે રોડ પર ઠેર ઠેર ઇંડા વિખરાયેલા જોવા મળ્યાં હતાં.

સુરત જિલ્લાના કીમ - માંડવી રોડ પર ઈંડાનો જથ્થો ભરીને જઇ રહેલાં છોટા હાથી ટેમ્પોને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટકકરના પગલે ટેમ્પામાંથી ઇંડાની ટ્રે ટપોટપો રોડ પર પડવા લાગી હતી. જોત જોતામાં રોડ પર ઇંડાનો જથ્થો વિખરાય જતાં રસ્તો ચીકણો બની ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. રસ્તા પર પડેલા ઇંડાને લઇ જવા માટે આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં.

Next Story