Connect Gujarat
ગુજરાત

કોઠવા દરગાહ પર યોજાયો ઉર્ષ મેળો : લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

કોઠવા દરગાહ પર યોજાયો ઉર્ષ મેળો : લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
X

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામે આવેલ દરગાહ પર દર વર્ષની પરંપરા મુજબ ઉર્ષ મેળો યોજાયો હતો. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા. માંગરોળના કોઠવા ગામે આવેલ દરગાહની વાત કરીએ તો આ દરગાહ પર શ્રધ્ધાળુઓ અતૂટ વિશ્વાસ ધરાવે છે. આ દરગાહ પર અંદાજીત 700 જેટલી કબર છે. આ દરગાહ પર શ્રધ્ધાળુઓ દ્વારા 52 ગજની ચાદર ચડાવામાં આવે છે. 52 ગજની ચાદરની વાત કરીએ તો તમે માપીને જો 52 ગજની ચાદર લાવો તો ચાદર કાંતો વધશે કાંતો ઘટશે. જો માપ વગર પુરા વિશ્વાસ સાથે ચાદર લાવશો તો જ 52 ગજ થઈ જશે.

કોઠવા ગામે આવેલ દરગાહને એકતા નું પ્રતીક કહીએ તો પણ ખોટું નથી કારણ કે મુસ્લિમ બિરદારો તેમજ હિન્દૂ,ઈસાઈ,સીખ,ઈસાઈના બિરદારો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સાથે ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્ય માંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ધસારો જોવા મળે છે. મોટા નેતા સહિત ફિલ્મી અભિનેતા સંજય દત્ત, અજય દેવગણ, ગોવિંદા સહિતના અભિનેતા ઓ આ દરગાહ પર આવી દર્શનનો લાભ લઇ ચુક્યા છે.

આ મેળામાં કેન્સર સહિતના મોટા રોગો ઈલાજ નિઃશુલ્ક રૂપિયે કરવામાં આવે છે. આટલી

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા સરકાર દ્વારા પણ કોઈ અનિશ્ચિય ઘટના ન બને તે

માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો અને અલગથી

મુસાફરો માટે સરકારી બસો પણ ફાળવવામાં આવી હતી.

Next Story