/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/28220211/COVID-2019-rapidly-spreading-Coronavirus-outbreak-originated-Wuhan-shut.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1137 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 9 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1180 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,62,985 પર પહોંચી છે સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3663 થયો છે. રાજ્યમાં હાલ 14,215 એક્ટિવ કેસ છે, જ્યારે 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,140 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં આજે 9 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1, ગીર સોમનાથમા 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં આજે 1137 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 165, વડોદરા કોર્પોરેશનમાં 77, સુરતમાં 70, રાજકોટ કોર્પોરેશનમાં 69, મહેસાણા 48, વડોદરા 41, જામનગર કોર્પોરેશન 40, રાજકોટ 35, ગાંધીનગર કોર્પોરેશન 29, કચ્છ અને પાટણમાં 26-26, જામનગરમાં 25, ભરૂચ અને દાહોદમાં 23-23, પંચમહાલ અને સાબરકાંઠામાં 22-22 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 1180 દર્દી સાજા થયા હતા અને 52,986 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,32,522 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.03 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,38,809 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,38,553 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 256 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.